મોરબી: લુંટ/ધાડના બે ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા ૨૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા ૨૯ વર્ષથી નાસતો ફરતો આરોપી ગોરધન ભુરાભાઇ મેડા રહે.રેણુ તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) વાળો હાલે મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા લુંટ ધાડના ગુન્હામાં કામનો નાસતો ફરતો આરોપી ગોવર્ધનસીંગ ભુરાભાઇ મેડાને પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.