Tuesday, September 24, 2024

મોરબી-લીલાપર રોડ પર રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-લીલાપર રોડ વિલીયમ જોન્સ પીઝાની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ રામ કૃપા એપાર્ટમેન્ટ ઉમીયાનગર સોસાયટી -૧ બ્લોક નં -૬૦૨મા રહેતા ભાર્ગવભાઇ જયસુખભાઇ ગડારા (ઉ.વ.૨૧)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં.GJ-03 -FE-8454 વાળુ સને ૨૦૧3 નુ મોડલનુ DRKSCR OBK કલરનુ કિ.રૂ. ૧૮,૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગબનનાર ભાર્ગવ ભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર