મોરબી :- લક્ષ્મીનગર બાયપાસ બ્રીજ પાસે પંચરની દુકાનમાં ફાટ્યું કંપ્રેસર,એકનું મોત
મોરબીના લક્ષ્મીનગર બાયપાસ પાસે આવેલ બ્રિજ પાસે બજરંગ પાર્કિંગ માં પંચર ની દુકાન આવેલી હોય જે દુકાનમાં ગઈકાલે કમ્પ્રેસર ફાટ્યું હોય જેમાં મહમદ અફઝલ સ/ઓ મહમદ રજાક મન્સુરી ને ડાબા પગમા ગંભીર ઇજા થઈ હોઈ અને પગ કપાઈ ગયેલ હોઈ
ત્યારે તેને પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ અંગે પોલીસ દ્વારા મૃત્યુનોંધ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.