મોરબી: લેન્ડગ્રેબીંગના ગુનામાં બે નાસતા ફરતા આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડગ્રેબીંગના ગુન્હામાં નાસતા ફરતા બે ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતાં તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાને બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧)(૩),પ(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી ( વેણુસર વાંઢ ) તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે રહેતા હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના બે આરોપીઓ વશરામભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૫૦ તથા મનસુખભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૪૫ રહે. બન્નેહાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ મુળ રહે. ઉંચીમાંડલ તા.જી.મોરબીવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.