મોરબી-કચ્છ હાઈવે પરથી અબોલ પશુઓ ભરેલ બોલેરો ગાડી સાથે બે ઝડપાયાં
માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી બોલેરો ગાડીમા દયનીય હાલતમા ભરેલ ૦૭ (જીવ) પાડા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ યેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી બોલેરો ગાડી નં. જી.જે-૧૨-સીટી ૮૩૯૯ ના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ ૦૭ (સાત)ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને પીડા યાત્ના પહોચે તે રીતે ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમા ક્રુરતા પુર્વક રાખી પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા નહી રાખી પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોચે તે રીતે ભરી નીકળેલ હોય જે પાડા જીવ ૦૭ ની કીંમત રૂ. ૨૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે અનવરભાઈ અબ્દુલેમાન શેખ જાતે મુસ્લીમ ઉ.વ.ર૯ ધંધો ડ્રાઇવીંગ રહે શેખ વાંઢ ડુમાન્ડો ભીરીન્દર તા ભુજ જી કચ્છ તથા સકલીન હાજીરાયધણ જત (ઉ.વ ૨૫) રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તા ભુજ જી. કચ્છવાળાને ઝડપી પાડી તેમજ બોલેરો ગાડી રજીસ્ટર નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ જેથી બે ઈસમો વિરુધ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧) (ડી), (ઈ), (એચ) તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.