Saturday, September 21, 2024

મોરબી ખાટકીવાસમાં જુગાર રમતા 6 ખેલીઓ પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ખાટકીવાસમાં બારશાખ રજપુતશેરી ડેલાની ઓરડીમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને 6 જુગારીયાઓનીની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી મકબુલભાઇ હનીફભાઇ ઉર્ફે મમ્મુ કાશમાણી તેના ડેલાની ઓરડીમાં બહારથી જુગારના ખેલાડીઓને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાનાવડે પૈસાની હારજીતનું તીન પતિનું જુગારધામ ધમધમે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડીને (1) મકબુલભાઇ હનીફભાઇ ઉર્ફે મમ્મુ કાશમાણી (૨) કાદીરભાઇ સલીમભાઇ બાનાણી (૩) યાસીનભાઇ રજાકભાઇ બકાલી (૪) અશોકભાઇ નવીનચંદ્રભાઇ સરવૈયા (૫) કનૈયાલાલ અમૃતલાલ ચાવડા (૬) ઇકબાલભાઇ હૈદરભાઇ શેખ
ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂ.૨૧૦૦૦ ના મુદામાલ સાથે કબ્જે કરવામાં આવ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર