Sunday, January 12, 2025

મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડયું

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો થકી રવિ સીઝનમાં રવિ પાકોના વાવેતર, તેની જાળવણી વિશે માર્ગદર્શન મળે, કૃષિ પ્રદર્શનનું આયોજન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત અને વિવિધ ખેડૂતલક્ષી સહાયની જાણકારી મળે તેવો સરકારશ્રીનો હેતુ રહેલો છે. દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમોમાં હજારો ખેડૂતો લાભાન્વિત બને છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં મોરબી જિલ્લાના અનેક ખેડૂતો સહભાગી બન્યા હતા. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોરખીજડીયા ખાતે આયોજિત મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં અનેક પ્રકારની કૃષિલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ ફાર્મની મુલાકાત અને પ્રાકૃતિક કૃષિના જાણકારો દ્વારા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા વેચાણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેનાથી તેમને પ્રોત્સાહન મળે, લોકો સુધી શુદ્ધ, સારી ગુણવતાયુક્ત વસ્તુઓ પહોંચે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન મળે. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર