મોરબી ખાતે નેત્રમણી – નેત્રયજ્ઞ નિ:શુલ્ક કેમ્પ યોજાયો
મોરબી: મોરબી ખાતે સ્વર્ગસ્થ દામજીભાઈ અવચારભાઈ હડિયલ ના સ્મરણાર્થે મફત નેત્રમણી કેમ્પ યોજાયો.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ અને હરિહર અન્નક્ષેત્ર મોરબી દ્વારા કંડલા બાયપાસ રોડ પર આવેલ શ્રીકૃષ્ણ હોલ ખાતે આજે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલ. આ કેમ્પનું મુખ્ય આયોજન સેવા મૂર્તિ શ્રી જમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્ન ક્ષેત્ર મોરબીના સ્થાપક અને શ્રી એલ ડી હડિયલ સાહેબ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલ. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જરૂર મુજબના તમામ દર્દીઓને ફ્રી માં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવશે તેમજ ઓપરેશન નો તમામ ખર્ચ તેમજ આવવા જવાના અને રહેવા જમવાનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક જમનાદાસજી એ જણાવેલ કે દર મહિનાની ૧૯ તારીખે ક્રિષ્ના હોલ ખાતે નેત્રમણી કેમ્પ યોજાશે જેથી જરૂરિયાતમંદ દર્દીઓએ દર મહિનાની ૧૯ તારીખે આ કેમ્પનો લાભ લેવા પહોંચી જવા જણાવ્યું હતું.