મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાટકીવાસ વિસ્તારમાં તલાવડી શેરીમાં શંકાસ્પદ હાલતમાં વિમલનો થેલો લઈને ઉભેલ શખ્સને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧૫ બોટલ મળી આવતા તુરંત આરોપી અલતાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી ઉવ.૨૯ રહે.તલાવડી શેરી ખાટકીવાસ વાળાની કિ.રૂ.૮,૪૦૦/-ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
