Sunday, January 12, 2025

મોરબી કંડલા બાયપાસ પાસે રોડ પર કાળમુખા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક પર પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેપુર ગામે રહેતી અને અભ્યાસ કરતી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણા ઉ.વ.૨૧ વાળીએ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી.ઝેડ.-૮૪૪૨ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૩-૧૨-૨૦૨૩ ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા ફરીયાદીના બહેનપણી જસ્મીતાબેનને બંનેને મોરબી પી.જી.પટેલ કોલેજમા એમ.એ. સેમેસ્ટરની પરીક્ષા હોય જેથી બપોરના પોણા એક વાગ્યે ફરીયાદી પોતાના ગામથી પોતાનું બજાજ પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે.૩૬.એ.બી.૭૯૦૧ વાળુ લઈને નિકળેલ અને ગોરખીજડીયા પાટીયા પાસે ફરીયાદીના બહેનપણી જસ્મીતાબેનને તેના પિતા મુકવા આવેલ અને તે મોટરસાયકલ પાછળની સીટમાં બેસી ગયેલ અને મોટરસાયકલ ફરીયાદી ચલાવતી હતી અને અમો મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર પહોંચેલ ત્યારે પંચાસર ચોકડી તરફથી ડમ્પર રજી નં.જીજે. ૧૨. બી. ઝેડ.૮૪૪૨ નો ચાલક પોતાનુ ડમ્પર બેદરકારી અને ગફલત ભરી રીતે લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ અને ફરીયાદીના મોટરસાયકલને અડફેટે લઈ સાઈડમા અથડાવતા ફરીયાદી તથા સાહેદને નિચે પછાડી દેતા ફરીયાદી બંસીબેન ને જમણા હાથમા તેમજ જમણા પગમા મુંઢ ઈજાઓ પહોંચાડેલ તેમજ જસ્મીતાબેનને માથામા તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય જેથી ભોગ બનનાર બંસીબેને આરોપી ડમ્પર રજી નં. જીજે.૧૨.બી.ઝેડ.૮૪૪૨ નો ચાલક વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૪(અ), ૨૭૯,૩૩૭, તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર