મોરબી: જુના રફાળેશ્વર રોડ પર મીટકો કારખાનાના લેબર ક્વાર્ટરમા સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીના જુના રફાળેશ્વર રોડ પર આવેલ મીટકો કારખાનાના લેબર ક્વાર્ટરમા ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પરમીલા ધનસિંગ ભાભર ઉ.વ-૧૨ રહે-હાલ મીટકો કારખાનાના લેબર ક્વાર્ટરમા રૂમ નં-૦૫ જુના રફાળેશ્વર રોડ તા.જિ-મોરબી મુળ ગામ-ભુરીગાડી, તા-પેટલાદ, જિ-જાંબુઆ (એમ.પી.) વાળીને તેની માતાએ રસોઇ બનાવવા માટે મદદ કરવાનુ કહેતા ગુસ્સામા આવીને ના પાડતા જે બાબતે મનમા લાગી આવતા પરમીલાબેને પોતાની જાતે ગળોફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.