મોરબી: જીવાપર થી ચકમપર જતા રસ્તે આવેલ કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબીના જીવાપર થી ચકમપર જવાના રસ્તામાં હનુમાન ગઢી પાસે આવેલ કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર થી ચકમપર જવાના રસ્તામાં હનુમાન ગઢી પાસે આવેલ કેનાલમાં યુવક ડૂબી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ટીમ રેસ્ક્યુ કરવા ઘટનાસ્થળે દોડી જઈ ઘટનાસ્થળે પહોંચતા ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા (ઉ.વ.૩૦) રહે. ગામ અણિયારી હાલ રહે મોરબીવાળા કેનાલના સાયફન આવેલ હતુ એ ભાગમાં ડૂબેલ હોય જેથી પાણીનુ વહેણ ઓછુ કરી ભારે જેહમત બાદ ચિરાગભાઈ નામના યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.