Friday, January 10, 2025

મોરબી જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલક મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ શંભુ ડેકોર કારખાના પાસે ટ્રકે એક્ટીવાને હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત પામેલ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના માધાપર શામપર ગામના વતની અને હાલ મોરબી દરબારગઢ પાસે દેરાસર શેરીમાં રહેતા કેતનગીરી ભીમગર ગોસાઈએ આરોપી ટ્રક ટ્રેલર નં- જીજે-૦૮-વાય-૭૧૩૩ ના ચાલક રામલાલ લાલુરામ પંડિત રહે. વોઢા ગામ હનુમાનજી મંદિર પાસે તા.જી. સાંચોરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેલર નં. GJ-08- Y-7133 પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા મીનાબેન ઉ.વ. ૩૭ વાળાને તેમના હોન્ડા એક્ટીવા મોટરસાયકલ નં. GJ-36- AG-5267 વાળા સહીત ખાલી સાઇડેથી હડફેટે લઇ રોડમા પાડી દેતા તેના ટ્રક ટ્રેલરનો ખાલી સાઇડના પાછળના ટાયરનો જોટો તેના જમણા પગના ભાગે ફરી જતાં ગંભીર ઇજાગ્રસ્ત થતા મીનાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર