મોરબીના જાંબુડીયા ગામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી શખ્સે દસ્તાવેજી પુરાવાનો નાસ કર્યો
મોરબી: મોરબી તાલુકા જાંબુડીયા ગામની સીમમાં આવેલ મેકસ ગ્રેનાઈટો કારખાનાની ઓફીસમાં નામદાર કોર્ટના સરકારી કર્મચારી મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે જતાં શખ્સને રાજ્ય સેવક હોવાની જાણ હોવા છતાં શખ્સે રાજ્ય સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરી રાજ્ય સેવકના હાથમાંથી અસલ વોરંટ ઝુંટવી ફાડી નાખી પુરાવા તરીકેના દસ્તાવેજનો નાસ કરી રાજ્ય સેવકનો કાંઠલો પકડી ઝપાઝપી કરી શખ્સે ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર નજીક રામજી મંદિર પાસે રહેતા અને વ્યવસાયે નામદાર કોર્ટમાં નકરી કરતા ભગીરથભાઈ વીરજીભાઈ પાંચોટીયા (ઉ.વ.૩૦) એ આરોપી જાંબુડીયા ગામે આવેલ મેકસ ગ્રેનાઈટો કારખાનાવાળા સુખદેવભાઈ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૦૬-૨૦૨૩ નાં રોજ ફરીયાદી નામદાર કોર્ટના સરકારી નોકર બેલીફની હેસીયતની મોરબી એડી.સિવિલ કોર્ટ(ચુનૌતી સાહેબ)ના કોર્ટના દીવાની દરખાસ્ત નંબર-૨૦/૨૦૨૩ મુદત તારીખઃ-૧૫/૦૬/૨૦૨૩ ના મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે કનકરાય બી.શેઠ તથા પંચ દેવભાઇ ભાવેશભાઇ શેઠ સાથે આરોપીની જાંબુડીયા ગામે આવેલ મેકસ ગ્રેનાઇટો કારખાનાની ઓફીસમાં બજવણી અર્થે જતા આરોપી સુખદેવભાઇ ફરીયાદી રાજ્ય સેવક હોવાનું જાણતા હોવા છતા ઇરાદા પૂર્વક અપમાન જનક અપશબ્દો તેમજ ભુંડાબોલી ગાળો આપી ફરીયાદીને તેઓની રાજ્ય સેવક તરીકેની ફરજ બજાવતા રોકી ફરજમાં રૂકાવટ કરી ફરીયાદીના હાથમાંથી ઉપર મુજબનું અસલ વોરંટ ઝુંટવી ફાડી નાંખી કટકા કરી તેમની પાસે રાખી લઇ પરત નહીં આપી નામદાર કોર્ટમાં રજુ કરવાના થતા પુરાવા તરીકેના દસ્તાવેજ અસલ વોરંટ સરકારી રેકર્ડનો નાસ કરી ફરીયાદીનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભગીરથભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૧૮૬, ૨૨૮, ૩૩૨, ૩૫૩,૧૮૭, ૨૦૪, ૫૦૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.