મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજરોજ મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રેરક કાર્યમાં જલારામ મંદિર મહિલા મંડળ ના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

