Thursday, December 26, 2024

મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની ૩૦મી પુણ્યતિથી નિમિતે અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦ પૂણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦મી પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજનના અવસાન બાદ થોડા વર્ષોમા પોતાના જીવનમા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવાનુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબીના અઘારા પરિવાર દ્વારા ૩૦-૩૦ વર્ષ સુધી પણ સ્વજનની યાદમા પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર