અત્યાર સુધીના ૩૬ કેમ્પમાં કુલ ૧૦૮૭૨ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું
મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આં ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર – મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૪ બુધવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.
જેમા ૧૭૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૫૪ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ.
ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ વાલગીરીબાપુ (ગુરૂ મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે યોજવા મા આવેલ હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૪૮૨૨ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૧૭૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૫૪ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો હએ જહેમત ઉઠાવી હતી.
તેમજ દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી -૯૮૨૫૦ ૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧ ૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત...
મોરબી : મોરબીના યુવાનો માટે લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ સમાજના યુવાનો અને યુવતીઓ માટે આગામી સમયમાં સરકાર દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક(પોલીસ)ની જે ભરતી આવી રહી...