મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
અત્યાર સુધીના ૩૫ કેમ્પમા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધો તેમજ ૪૮૨૨ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ – રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર – મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૦૪-૦૯- ૨૦૨૪ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન પ.પૂ. ગુરૂદેવ વાલગીરીભાપુ (ગુરૂ મુંડીયા સ્વામી) ના સ્મરણાર્થે (હ. નાથાભાઈ, દેવાભાઈ, ઘનશ્યામભાઈ) દ્વારાવિનામુલ્યે કેમ્પ યોજાશે.
જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે ગત ૩૫માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૦૬૯૭ લોકો એ લાભ લીધો હતો તેમજ ૪૮૨૨ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬ ૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.