અત્યાર સુધીના ૩૧ કેમ્પ માં કુલ ૧૦૧૧૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૫-૨૦૨૪ શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૩૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૮૨ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૯૮૮૫ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૪૩૯૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૩૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૨ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦ ૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાયદાની જાળવણી અને અસામાજિક પ્રવૃતી અટકાવવા જાહેરનામુ બહાર પડાયું
આગામી ૧૩ માર્ચના રોજ હોળી તથા ૧૪ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવૃતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર...
મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટની રૂમમાં નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને લીધે યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ સાન્ની ત્રીવેણી ગામ જી.કાલીકોટ નેપાળના વતની અને હાલ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર નક્ષત્ર હિલ્સ શક્તિ...
દિન પ્રતિ દિન મોરબી જિલ્લાની અંદર વ્યાજખોરોનો તરખાટ વધતો જઈ રહ્યો છે અને અવારનવાર વ્યાજ કરો લોકોને માર મારતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરિયાદીએ આજે લીધેલ રૂપિયાની અડધી કિંમત એટલે કે...