સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ-મોરબી ના અગ્રણીઓની ઉપસ્થિતી માં સેવાકાર્ય થકી કુળ દીપક નો પ્રથમ જન્મદીન ઉજવતો મોરબી નો લહેરુ પરિવાર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના લેહરુ ડાયગ્નોસ્ટિક લેબ વાળા ડો. વિરલ ભાઈ લહેરુ એ પોતાના પુત્ર દીશાન નો પ્રથમ જન્મદીન સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ઉજવ્યો હતો. આ તકે ડો. બી.કે. લહેરુ, ઉર્મિલાબેન લહેરુ, ડો. વિરલભાઈ લહેરુ, પુજાબેન લહેરુ, વિહાન લહેરુ સહીત ના તેમના પરિવારજનો એ પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી પૂ.જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મોરબી સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત લેહરુ પરિવાર દ્વારા મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ વિદેશ ગમન કરનાર કે.પી.ભાગીયા સાહેબ નુ શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના લેહરુ પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી
રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી...
મોરબી: મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને શિક્ષણ ક્ષેત્રે વિવિધતાસભર કામગીરી, સતત પ્રયોગશી, કરેલ 1000 જેટલી પ્રવૃત્તિઓની નોંધ લેતા.
તા.18/ 01 /25 ના રોજ ઈંદોર ખાતે વિશ્વ બ્રહ્મ સમાજ સંઘ થકી 'રાષ્ટ્રીય અટલ ગૌરવ સન્માન'થી સન્માનિત કરાશે અગાઉ પણ વિજયભાઈને અનેક સન્માનો અને એવોર્ડ પ્રાપ્ત થયા છે.