મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળીના રસીયા કાર્યક્રમનું આયોજન
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલ તા.૦૯-૦૩-૨૦૨૫ રવિવાર ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હોળીના રસીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે તો દરેક ભક્તજનોને પધારવા જલારામ ધામ મહિલા મંડળ-મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.