જુનાગઢ થી મોરબી જેલ બદલી માટે લઈ જવાતો કેદી ટંકારા નજીકથી નાશી છૂટ્યો
ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા રોકેલ તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી એ.એસ.આઇ. નો હાથ છોડાવી આરોપી નાસી જતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિશંકર સરદારસિંહ ડામોર એ આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વંથલી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૩૦૩(૨) નો આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા નામનો કાચા કામના આરોપીને ફરીયાદી તથા સાહેદો સરકારી વાહન સાથે જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા તે દરમ્યાન મિતાણા ગામથી આગળ જતા હાઈવે ઉપર અચાનક અમારી ગાડી ગરમ થઈ જતા ગાડી ખજુરા રિસોર્ટ્ના પાર્કિંગમાં રોકેલ તે દરમિયાન આરોપીએ ટોઇલેટ જવાનુ જણાવતા નજીકના ખજુરા રિસોર્ટ્ના ટોઈલેટમા લઈ ગયેલ જ્યાથી બહાર નિકળતા હતા તેવામા આ આરોપી અચાનક એ.એસ.આઈ. જયેશભાઈનો હાથ છોડાવી ટોઈલેટમાંથી બહાર નિકળી ગીરફ્તારીનો ઇરાદા પુર્વક સામનો કરી હથકડી સહીત બાજુની દિવાલ ઠેકી નાશી-ભાગી ગયો હતો જેથી આ ફરીયાદ આધારે ટંકારા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.