Thursday, September 19, 2024

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આર્થિક નબળા પરિવારના વિધાર્થીઓને ફ્રીમાં ત્રીપલ સી કોમ્યુટરનો કોર્સ કરાવામા આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ઇન્ડિયન લાયનસ ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યા સાહેબના જન્મદિવસ નિમિત્તે આ દિવસને સમગ્ર ગુજરાતમાં આવેલી ઇન્ડિયન લાયન્સની ૭૮ થી વધારે કલબો સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે .

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે ધોરણ -૭,૮ અને ૯ના આર્થિક રીતે નબળા પરીવારના બાળકોને કોમ્પ્યુટરનો ત્રિપલ સી ccc કોર્સ ફ્રી માં કરાવવામાં આવશે . ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજાતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇલા હીનાબેન પરમાર સુજા તન કોમ્પ્યુટર ક્લાસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરી આપવાની જાહેરાત કરી છે .

તેમજ વિવિધ શાળાઓમાંથી જે બાળકો ટેલેન્ટેડ હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે કોમ્પ્યુટરની ફીસ ભરી ન શકતા હોય તેવા જુદી જુદી શાળાના કુલ ૫૧ વિદ્યાર્થીઓની ફી નો ખર્ચ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે .

આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે સુજાતન કોમ્પ્યુટર ક્લાસનો સમગ્ર ઇન્ડિયન લાયોનેસ ક્લબ એ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા દુબઈ સ્થિત નરેશભાઈ મેપાણી છે . સમગ્ર મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળે તે માટે તારીખ ૮ પહેલા જે તે શિક્ષકોએ 99 7 93 29837- શોભનાબા ઝાલાનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર