મોરબી ઈન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો
ઈન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી
ઇન્કમટેક્ષ વિભાગે ૨૪ દિવસ પૂર્વે ગુજરાતમાં મોરબી,અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળે દરોડા પાડીને ૫૦૦ કરોડોના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા હતા. મૂળ મહેસાણાના ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત ગ્રુપની અમદાવાદ ખાતેની ઓફિસ અને સાઈટો મળીને કુલ ૨૫ પ્રિમાઈસીસ પર અધિકારીઓએ કરેલી તપાસનો રેલો અન્ય બિલ્ડરો સુધી પણ પહોચ્યો છે. મોરબીની તીર્થક અને સોહમ મીલ પર ઇન્કમટેક્ષના દરોડા બાદ તપાસનું કનેક્શન બિલ્ડર ગ્રુપ સાથે હોવાની વિગતો પણ સામે આવી હતી.
મહેસાણાના મોટા ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની ૩૬ પ્રિમાઇસીસ પર દરોડા બાદ આ ગ્રૂપ સાથે સંકળાયેલા વેપારીઓની મોરબી અને રાજકોટની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ અઠવાડિયા સુધી ચાલેલી તપાસમાં ઘણા બધા શંકાસ્પદ વ્યવહારોની વિગતો મળી હતી. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. ઘણા બિલ્ડરો, ઇન્વેસ્ટરો અને ભાગીદારોની વિગતો મળી હતી.
ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ વિગતની સ્ક્રુટિની થરૂ બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલા અમદાવાદના મોટા ગ્રૂપની કડીઓ મળી છે. હવે આ દિશામાં તપાસ કરાશે. આ પ્રકરણની તપાસમાં સીધું દિલ્હીથી દિશા નિર્દેશને આધારે આગળની તપાસ ચાલી રહી છે.
મોરબીમાં ઇન્કમટેક્ષ દરોડાની તપાસમાં મોટું રોકાણ મહેસાણાના બિલ્ડર ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતનું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ૧૫૦થી વધુ અધિકારીએ આ ગ્રૂપની અમદાવાદ ખાતેની ૨૫ પ્રિમાઇસિસ સહિત મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિત કૂલ ૩૬ પ્રિમાઈસિસ પર દરોડા પાડી તપાસ કરી હતી. તપાસમાં ૫૦૦ કરોડના બિન હિસાબી વ્યવહારો, ૧૦ કરોડ રોકડા અને ઝવેરાત મળી આવી હતી. દરોડા પાદ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડિપાર્ટમેન્ટને અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપની વિગતો મળી છે કરોડાના વ્યવહારોની પણ વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરના એક આંગડિયા મારફતે કરોડોના હવાલાના વ્યવહારો
ઇન્કમટેક્ષની તપાસમાં આ બિલ્ડર ગ્રૂપ રોકડા રૂપિયા આંગડિયા પેઢી મારફતે ટ્રાન્સફર કરતા હતા. ગાંધીનગરની એક આંગડિયા પેઢીની જુદી જુદી બ્રાચમાં કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હોવાની વિગતો પણ ઇન્કમટેક્ષ વિભાગને ધ્યાને આવી હતી. જેને પગલે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ગાંધીનગરની એક આંગડિયા પેઢીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.