મોરબી: ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાનનુ સર્વે કરવા ભુપત ગોધાણી દ્વારા રજુઆત
મોરબી: મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નીષ્ફળ ગયા છે તેમજ સમતળના રસ્તાઓ અને પુલીયાઓનું તાત્કાલિક સર્વે હાથ ધરવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણીએ મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી.
મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણીએ મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં વિસ થી પચ્ચીસ ઈંચ વરસાદ જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડ્યો છે.જેના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નીષ્ફળ ગયેલ છે. ખેડૂતોના પાકમાં કપાસ, મગફળી, તલ, બાજરી, જાર વગેરે પાકો અતિ ભારે વરસાદ અને સાથે પવન હોવાથી નિષ્ફળ ગયેલ છે તેમજ સમતળના તમામ રસ્તાઓ અને પુલીયાઓ તુટી ગયેલ છે તેના કારણે ખેડૂતો તેમના ખેતર સુધી પહોંચી શકતા નથી . તેથી મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ખેતીવાડી દ્વારા સર્વેની ટીમ બનાવીને ખેડૂતોનો પાક અને સમતળના રસ્તાઓ અને પુલીયાનુ તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને પાકોનું તાત્કાલિક વળતર મળે અને સમતળના રસ્તાઓ અને પુલીયાઓ તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણી દ્વારા મોરબી જીલ્લા પંચાયતના ડી.ડી.ઓ.ને લેખિત રજૂઆત કરી છે.