મોરબી – હળવદ રોડ પર ઇકો કારમાંથી વિદેશી દારૂની 60 બોટલ ઝડપાઈ
મોરબી: મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટીના પાર્કિંગમા ઇકો કારમાથી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી જ્યાંરે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટીના પાર્કિંગમા ઇકો કાર રજીસ્ટર નંબર -જીજે-૧૨-ડીએસ-૨૯૩૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૦ કિં રૂ.૨૧,૦૦૦ તથા ઈકો કાર સહિત કુલ કિં રૂ.૩,૨૧,૦૦૦ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ઈકો કાર નં – જીજે-૧૨- ડીએસ-૨૯૩૦નો ચાલક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.