મોરબી:ગુજરાત યોગ બોર્ડે નવા વર્ષની ઉજવણી સુર્ય નમસ્કાર સાથે કરી
મોરબી જિલ્લામાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા 121યોગ-બેચ ચાલે છે તેમાં નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીઞે કરી હતી.
સૂર્યની ઉર્જા ગ્રહણ કરીને સર્વાંગી વ્યાયામ દ્વારા સંપૂર્ણ વિકાસ માટે સૂર્ય નમસ્કારની અનોખી પદ્ધતિ જે આપણને ઋષિમુનિઓએ અમૂલ્ય ભેટ પૃથ્વી પર આપેલી છે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે સુંદર શરીર બને છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે સૂર્ય નમસ્કાર યોગ ચિકિત્સાની સંપૂર્ણ વિજ્ઞાન આમાં દર્શાવવામાં આવ્યું છે.
વેદોમાં પણ સૂર્યની ઉપાસના મંત્ર સાથે કરવાનું કહ્યું છે જેમાં બીજ મંત્ર હોય કે પદ મંત્ર હોય કુંભક સાથે હોય કે કુંભક વગર હોય કે શ્વસન સાથે હોય સૂર્ય નમસ્કાર પોતાના વ્યક્તિગત પ્રાણને વૈશ્વિકરણની સાથે જોડતી કડી છે તેનું મહત્વ બતાવીને બધાએ સંકલ્પ લીધો કે હવે આપણે રેગ્યુલર યોગીક વ્યાયામ કરીશું સ્વસ્થ રહેશું સુંદર રહેશું અને ચક્રોને બેલેન્સ કરીને જીવનશૈલીને સુંદર બનાવીશું.