મોરબી GST વિભાગના દરોડામાં ત્રણ સિરામિક ફેક્ટરીઓ ઝપટે
મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમય આરામ ફરમાવ્યા બાદ ફરી એકવાર જીએસટીની ટીમે મોરબીમાં આંટા ફેરા શરુ કરી દીધા છે મોરબીમાં આજે ફરી એકવાર જીએસટીની ટીમે અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દરોડા આઇકોલેક્સ સિરામિક અને સિરામિક એમ્પાયર સહિત ત્રણ સ્થળે પડ્યા છે અને તમામ સ્થળે એક સાથે ચેકિંગ કામગીરી કરવામાં આવી રહ્યું છે જીએસટીની ટીમ દ્વારા કોમ્પ્યુટર મોબાઈલ તેમજ અન્ય સાહિત્ય જપ્ત કરી તેની તપાસ શરુ કરી દીધી છે.
હાલ જીએસટીની ટીમને આ ત્રણેય સ્થળ પરથી કેટલી જીએસટી ચોરી પકડાઇ છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી પરંતુ મોટા પાયે બેનામી વ્યવહાર સામે આવી શકે અને તેમાં લાખો રૂપિયાની કર ચોરી પકડાય તેવી સંભાવના સેવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સ્થળે જીએસટી દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી ત્યારે દરોડાની જગ્યાએથી લેપટોપ મોબાઈલ સહિતનો સામાન જપ્ત કરી તેમાંથી માહિતી મેળવવા પ્રયાસ કર્યા હતા ત્યારે અગાઉ થયેળા દરોડાની માહિતી આધારે ફરી એકવાર અ રીતે દરોડા પડ્યા છે કે શું તેવા સવાલ ઉઠી રહ્યા છે.
હાલ મોરબીના સિરામિક ફેક્ટરી અને ટ્રેડીંગમાં જીએસટીની રેડ પડવાની જાણ થતા કર ચોરી સાથે જોડાયેલ વેપારી અને ઉધોગકારોમાં ફફડાટ ફેલાયો છે.