Sunday, November 17, 2024

મોરબી ઘટક-1ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા માહિતગાર થાય તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું તમામ આંગણવાડી કેન્દ્રોમાં આયોજન કરવાના ભાગરૂપે મોરબી-૧ ઘટકના બગથળા સેજાના બગથળા-૨ કેન્દ્ર પર સંયુક્ત રીતે ૪ આંગણવાડી કેન્દ્ર ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪ આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને આંમત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.ડી.એસ. ઘટકમાંથી મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર તેમજ પી.એસ.ઇ. મયુરીબેન વડગામા અને બગથળા ૧,૨,૩,૪ આંગણવાડી કેન્દ્રના કાર્યકર – તેડાગર બહેનો દ્વારા છાપ કામ, ચીટકકામ, જેવી પ્રવૃતિ બાળકો અને વાલીઓ દ્વારા સંયુક્ત રીતે કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નકલંક ધામના દામજીભાઇ ભગત, બગથળા સરપંચ પરેશભાઇ આંબલીયા, રમેશભાઇ, રતીભાઇ, નીતિનભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર