મોરબી ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે અટલ સ્વાન્તઃ સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્તઃ સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટેલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટેલ “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિનાં માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરુ કરવામાં આવેલ છે.
જેમાં આજે મોરબી ઘટક-૧ દ્વારા ગાયત્રી પ્રેરણા મંદિર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરેલ. આ ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનો ભાગ લીધેલ. તેમજ બીજો કાર્યક્રમ મોરબી ઘટક-૨ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં આ ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનો ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતા દ્વારા પોષ્ટિક કીટ (સુખડી, કીવી, ખજુર,દાળિયા) વિતરણ કરવામાં આવેલ જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈ.સી.ડીસ.એસ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપી હતી.