Monday, September 23, 2024

મોરબી: ગંગા સ્વરૂપ બહેનોની દશ દિકરીઓને લગ્ન સર્ટિફિકેટ વિતરણ કરાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા ૨૪ ફેબ્રુઆરીના રોજ સાંઈ મંદિર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દશ (૧૦) ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓનો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. ત્યારે ગુજરાત સરકારના નિયમ મુજબ મોરબી નગરપાલિકામા લગ્ન રજીસ્ટ્રેશન થતાં તમામ દશ દીકરીઓને લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેથી તેઓને ગુજરાત સરકાર તરફથી કુંવરબાઈના મામેરા પેટે મળતી રકમ કન્યાદાન સ્વરૂપ સહાય યોજનાનો લાભ લઇ શકે.

આ રજીસ્ટર થયેલ લગ્ન સર્ટિફિકેટ મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિની ઓફીસમા અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો, રણછોડભાઈ પટેલ, બાલુભાઈ કડીવાર, કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની હાજરીમા વિતરણ કરવામાં આવ્યા હતા.તદઉપરાંત એક સિલાઈ મશીન ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા એક બહેનને સિવણ તાલિમ કેન્દ્રના સર્ટિફિકેટના આધારે આપવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર