Saturday, January 18, 2025

મોરબી ફાયર વિભાગ દ્વારા બે સ્કુલમાં ફાયર સેફ્ટી ટ્રેનીંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી તથા ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440 વિદ્યાર્થી મળી કુલ 1890 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી હતી .

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું કે જે વડોદરા જે હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકો નો જીવ બચી જાત.

તેમજ આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ અને Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું હતું ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો આપવામાં આવેલ.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. તે જણાવ્યું હતું.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) & લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર