મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દિવસભર દોડતું રહ્યુ: ચાર જેટલા રેસ્ક્યુ અને ફાયરનાં બનાવમાં કામગીરી કરી
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો ગઈ કાલે એકજ દિવસમાં સતત રેસ્ક્યુ અને ફાયરના ટોટલ ચાર જેટલા બનાવમાં દોડતાં રહ્યા હતા.
જેમાં (૧) ધુટું પાસે મોટી કેનાલમાંથી ફાયર ટીમની ૧૪ કલાકની ભારે જહેમત બાદ શકુરબસલ રાયસી (ઉ.વ 22) વર્ષનાં કચ્છ ભુજનાં વતની અને ડ્રાઈવિંગ ની કામગીરી કરતા ડ્રાઈવર ની ડેડબોડી મૃત હાલતમાં બહાર કાઢેવામાં આવેલ.
(૨) સાંજના ૪ કલાકે અનુપમ સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર ઈલેક્ટ્રીક લાઇટનાં ટીસીના કારણે કચરામા આગ લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો.
(૩) સાંજે ૮ વાગ્યે સામાકાંઠે માળિયા ફાટક થી આગળ ઉમિયા હોટલની પાછળ પી ડબ્લ્યુનાં રહેવાના કવાટરમાં (ઘર)માં આગ લાગી હતી જેમાં મામદભાઈ આદમભાઈ મોવરનાં એક રૂમનો સામાન બળીને ખાખ થઈ ગઈલ બીજા રૂમનો સામાન ફાયર ટીમએ સહીસલામત બચાવેલ સાથે 1 LPG cylinder બહાર કાઢેલ અને આશરે 28000 ના કિંમતના 02 મોબાઈલ અને વૉલેટ આગનાં સમયે જ બહાર કાઢી લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફએ માલિકને સોંપેલ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી પોતાની ફરજ અદા કરી હતી જોકે સદનશીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અન્ય બનાવમાં વાવડીરોડ પર સ્વસ્તિક સોસાયટીમાં વાડામાં પડેલ GJ 01 DN 7503 બાઈકમાં આગ લાગતાં ત્યાં બાજુમાં જ LPG cylinder સ્ટોર કરેલ મળી આવેલ. ફાયર ટીમની સારી કામગીરીનીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આમ એકજ દિવસમાં ચાર – ચાર કોલ મળ્યા હતા જેમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો દ્વારા રેસ્ક્યું અને ફાયરના બનાવોમાં પોતાની બેસ્ટ કામગીરી કરી હતી.