મોરબી: ખેડૂતોની સુવિધા માટે સિંચાઈ સદન બનાવવા કાંતિભાઈની રજૂઆત
મોરબી જિલ્લામાં 10 જેટલા ડેમ આવેલ છે. નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે. નાની સિંચાઈ તથા સિંચાઈ યોજના ની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં આવેલી છે. જેથી જિલ્લાના સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો-લાભાર્થીઓને અલગ અલગ જગ્યાએ જવું પડે છે.
આ સ્થિતિ નીવાડવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ 2016-17 માં રજૂઆત કરેલ જેનો ઉલ્લેખનીય પ્રગતિ થયેલ. દરમ્યાન ખુબ સારા લોકેશનમાં આવેલી વજેપર માધાપર સર્વે નં. 1141 ની જમીન પર ભૂમાફિયાની નજર પડી અને કાવા દાવા પછી પણ જાગૃત નાગરિકો અને અધિકારીઓએ આવો કારસો નિષ્ફળ બનાવ્યો છે.
આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીનો સમાવેશ થઈ જાય તેવું સિંચાઈ સદન બનાવવા મોરબી ધારાસભ્ય માન. મુખ્યમંત્રી, માન. સિંચાઈમંત્રીને રજૂઆત કરી છે.
વર્ષ 2016-17 ની રજૂઆતોના અનુસંધાનમાં મળેલ પત્રોની નકલ પણ આ સાથે છે.ખેડૂતો માટે સદૈવ ચિંતા કરતા કાંતિભાઈની વધુ એક રજૂઆત થઈ રહી છે.