Tuesday, September 24, 2024

મોરબીમાં કાનાભાઈ ને હરાવવા માટે ભાજપનું જ એક જૂથ સક્રિય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોંગ્રેસ અને ભાજપની આંતરિક ખેંચતાણ નો લાભ આમ આદમી પાર્ટીને મળશે તેવી લોક ચર્ચા : આપના યુવાન અને જોશીલા ઉમેદવાર પંકજ રાણસરિયા ને મળી રહ્યો છે ઠેર ઠેર થી આવકાર…

મોરબી : મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટની જાહેરાત થયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મોરબીમાં ભાજપના રાજકારણમાં લગભગ સાઈડ લાઈન થઈ ચૂકેલા કાંતિભાઈ અમૃતિયાને ભાજપ ની ટિકિટ મળ્યા બાદ મોરબી ભાજપમાં એકચક્રી શાસન ચલાવતા અને પ્રદેશ સ્તરે પણ પોતાનું પ્રભુત્વ છે તેવી માન્યતા ધરાવતા ભાજપના મોહનભાઈ કુંડારીયા ના જૂથમાં સોપો પડી ગયો છે. મોરબીના જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લાની ટિકિટ ની વહેંચણીમાં મોહનભાઈ કુંડારીયા ની સંપૂર્ણપણે અનદેખી કરવામાં આવી છે ત્યારે જિલ્લા ભાજપ નાં કેટલાંક અસંતુષ્ટ નેતાઓ દ્વારા ભાજપાના સત્તાવાર ઉમેદવારોને કેવી રીતે હરાવી શકાય તે બાબતને લઈને કેટલાક લોકો દ્વારા ગુપ્ત મીટીંગો થઈ રહી હોવાનું જાણવા મળેલ છે.

ભાજપના આંતરિક રાજકારણને કારણે મોરબીના લોકો પણ આ ચૂંટણીમાં કંઈક નવાજૂની કરવાના મૂડ સાથે આમ આદમી પાર્ટીના યુવાન અને જોશીલા ઉમેદવાર પંકજ રાણસરિયા તરફ વળી રહ્યા હોવાનું જમીનસ્તરે જોવા મળી રહેલ છે. કોંગ્રેસમાં પણ ટિકિટ ને લઈને આંતરિક લડાઇ ચાલી રહી છે તેને લઈને પણ લોકોમાં તરેહ તરેહ ની ચર્ચા ચાલે છે અને ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા સાથે તાલમેલ ધરાવીને ટિકિટો ની ફાળવણી કરતા હોવાની વાત મોરબીના લોકોમાં સાંભળવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસના આ છૂપા ગઠબંધનને આવતી ચૂંટણીમાં લોકો નકારશે તેવું હાલના સમયમાં જોવા મળી રહ્યું છે.

કિશોરભાઈ ચીખલીયાની અચાનક કોંગ્રેસમાં વાપસી અને ત્યારબાદ ટિકિટને લઈને ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીની ખેંચતાણને કારણે પણ સમગ્ર કોંગ્રેસ પાર્ટીની આબરૂ ખરડાઈ રહી છે આવા સંજોગોમાં પોતાના ઉમદા વિચારો અને શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા જેવા પાયાના મુદ્દાઓને લઈને ચૂંટણી લડી રહેલ આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ દિવસે અને દિવસે વધી રહ્યો છે. મોરબીના તમામ સમાજ અને વર્ગના લોકો પણ હવે એવું માનવા લાગ્યા છે કે ભાજપ- કોંગ્રેસના એકના એક વર્ષો જૂના ખાઈ બદેલા નેતાઓને બદલે નવા અને યુવા નેતાને તક આપવી જોઈએ અને આથી જ મોરબી વિસ્તારમાં પંકજ રાણસરિયા ને મતદારો તરફથી ઉષ્મા સભર આવકાર મળી રહ્યો છે જે દર્શાવે છે કે મોરબીનો માહોલ બદલાઈ રહ્યો છે અને આગામી સમયમાં પંકજ રાણસરિયા જંગી બહુમતી સાથે વિજય બને તો તેમાં કોઈ નવાઈની વાત નહીં ગણાય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર