Saturday, September 21, 2024

મોરબી : યુવા આર્મી ગ્રુપ દ્વારા એ નેગેટિવ બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મા ઈમરજન્સી એટલે યુવા આર્મી થી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. કારણકે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીમા ચાર વર્ષથી લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પુરી કરવા 24 કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે ત્યારે આજે મોરબી ની પેથાપરા હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ પુજાબા યોગીરાજસિંહ ઝાલા ને તાત્કાલિક એ નેગેટિવ બ્લડ ની જરૂરીયાત ઉભી થઈ જતા તેમના પરિવાર દ્વારા યુવા આર્મી ગ્રુપ ના સભ્ય લખનભાઈ હડીયલ નો સંપર્ક કર્યો હતો
લખનભાઈ હડીયલ દ્વારા યુવા આર્મી ગ્રુપના જીગરભાઈ પરમાર તથા અજયભાઈ હડીયલતથા મોરબી સતવારા બ્લડ ગ્રુપ ના કમલેશભાઈ સોનાગ્રા તથા શિવજીભાઈ હડીયલ ને જાણકરીને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની ચાર બોટલ બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી જે બદલ દર્દીના પરીજનો દ્વારા બંને ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે ગ્રુપ એડમિન દ્વારા બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત માટે કે કોઈકની જરૂરિયાત સમયે રક્તદાન માટે થયને જોડવા માટે હેલ્પલાઇન નંબર 9349393693 પર સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર