મોરબી: દુકાનના તાળા ન તૂટ્યા પણ રૂપિયા ઉપડી ગયા
મોરબી: છેલ્લા ઘણા દિવસ થી ચોરીની ઘટના ને અંજામ આપવામાં અસામાજિક તત્વો ચોર ગૅગ સક્રિય થઈ છે પણ અહીં આ કેશમાં કંઈક અલગ થઈ ગયું હોય તેવી લોકમુખે ચર્ચા છે કારણકે કુરિયર ની દુકાનમાં તાળા નથી તૂટ્યા શટર ને નુકશાન નથી થયું તો બંધ દુકાનમાં કોણ કળા કરી ગયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબીના રામચોક પાસે આવેલ કુરિયરની ઓફિસમાંથી અજીબો ગરીબ રીતે ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શટર ઉચકાવ્યા કે તાળા તોડ્યા વગર ઓફીસમાંથી રૂ.7 લાખની રોકડ રકમની ચોરી થઈ છે. જો કે શટર ઉચકાવ્યા કે તોડ્યા વગર અજીબો ગરીબ રીતે થયેલી ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા જાગી છે.
ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. જેમાં નવાઈની વાત એ છે કે, બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસના શટર ઉચકાવ્યા કે તાળા તોડ્યા વગર ઓફિસમાંથી રૂ 7 લાખ રોકડાની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. જો કે અજાણ્યા શખ્સો 7 લાખ રોકડાની સાથે સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ચોરી કરી ગયા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ કુરિયરની ઓફિસે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. કુરિયરની ઓફીસમાં જે રીતે ચોરીની ઘટના બની છે તે જોતા જાણભેદુની સંડોવણી હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. કારણ કે, તસ્કરો શટર ઉચકાવી કે તાળા તોડીને ચોરી કરી છે. અહીંયા તો આવું કશું જ બન્યું નથી એટલે કોઈ જાણભેદુએ ચાવીથી તાળું ખોલીને ચોરી કરી છે. સાથેસાથે પોતાનો પુરાવો ન રહે તે માટે સીસીટીવી કેમેરાના સેટની પણ ચોરી કરી ગયો છે. એટલે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.