Friday, September 27, 2024

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાર્તમુર્હત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંમાતર મોરબી જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય અને શહેરી) લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતે ભય, ભુખ અને ભષ્ટાચારમાંથી મુક્તિ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સુઝબુઝથી નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. રાજયના ખેડૂતોને ૮ કલાક વીજળી પૂરી પાડી છે. ગુજરાતને સુરક્ષીત અને વેગવંતુ બનવ્યું છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતરીયાળ વિસ્તારમાં રહેતા માનવીની ચિંતા કરી છેવાડાનો માનવી ઘર વિહોણો ન રહે કે તે અન્ય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે સપનું આજે આપણે પૂર્ણ થતું જોઈ રહ્યા છીએ. આ તકે આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયા અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પણ પ્રાસંગીક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારને ડબલ વેગ મળી રહ્યો છે. તેઓએ સ્ત્રી શક્તિને આગળ વધારવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત સકરકાના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાચા અને જર્જરીત મકાનોમાં રહેતા ઘર વિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં તમામ પાયાની સવલતો સાથે પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પુરા પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના આવાસના બાંધકામનું જુદા-જુદા લેવલનું રૂબરૂ સ્થળ પર જીઓ ટેગ કરવામાં આવે છે. તેમના આધારે તેઓને ઓનલાઈન હપ્તાની રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં તાલુકા કક્ષાએથી જમા કરાવી લાભાર્થીને આવાસ બનાવા માટે સહાય આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૪૮, વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૧૦, વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૮૩, વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૯૯ અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૫ આવાસો મળી કુલ ૧,૩૬૫ લાભાર્થીઓના આવાસ પૂર્ણ કરવામાં આવે છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણના લાભાર્થીને પ્રતિકાત્મક ચાવી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

આ પ્રસંગે કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ તથા ઈશીતાબેન મેર, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, અગ્રણી જયુભા જાડેજા, અશોકભાઈ ચાવડા, અરવિંદભાઈ વાંસદડીયા સહિત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યો લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર