Saturday, September 21, 2024

મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ -૩ના કર્મચારીઓએ ગ્રેડપે બાબતે અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્યભરમા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ ૩ કર્મચારી મહામંડળના નેજા હેઠળ સોમવારથી રાજ્યભરના ૧૫૦૦ થી વધુ કર્મચારીઓ સરકાર સમક્ષ મુકેલી પડતર માંગણીઓનો ઘણા સમયથી નીરાકરણ ન આવતા અને ખાસ કરીને ગ્રેડ-પે મા સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનુ બુંગીયુ ફુકીયુ છે. જે બાબતે મોરબી જીલ્લાના લગભગ ૩૫ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમા જોડાયા છે. જેના લીધે જમીન માપણી, નકલ અરજી સહિતની પ્રજાલક્ષી કામગીરીઓ પર માઠી અસર પડી છે.

રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-૩ ના કર્મચારી યુનિયને વર્ષ ૨૦૧૮ થી પગાર સુધારવા, ગ્રેડ પે સુધારવા, નવી ઉભી કરેલી એ.ડી.આઈ. પોસ્ટ રદ કરી શિરસ્તેદાર, હેડ કલાર્ક પોસ્ટ એકત્ર કરવા, ખાતાકીય પરીક્ષા સમયસર યોજવા, ૫૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓને પરીક્ષા મુક્તિ સહિતના અનેક બાબતે સરકાર સમક્ષ માંગણીઓ કરી હતી. જેમા, અમુક માંગણીઓને મંજૂર કર્યા બાદ મહત્વની ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબો સમય સુધી સ્વિકારી ન હોવાથી કર્મચારીઓના રાજ્ય મંડળે ગત તા. ૩૦ ઓગસ્ટે આવેદનપત્ર પાઠવી ગત તા. ૨૩ સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસરવે, સ્વામિત્વ યોજના અને ગામઠાણ પ્રોજેક્ટનો પેન ડાઉન કરી બહિષ્કાર કર્યો હતો. પરંતુ ત્રણેય કામગીરી બંધ કરવા છતા નિરાકરણ ન આવતાં તા. ૩ ઓક્ટોબર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી સ્તબ્ધ કરી દીધા છે.

જેના ભાગરૂપે મોરબી જીલ્લાના ૩૫ થી વધુ કર્મચારીઓ રાજ્ય મંડળની સુચનાથી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ હડતાલ પર ઉતરી જતા સરકારની મહત્વની કચેરીઓ કર્મચારી વગર સુમસામ હાલતમાં જોવા મળી હતી. અને પોતાના કાર્ય અર્થે આવેલા કર્મચારીઓને નિરાશ થઈ પરત ફરવુ પડયુ હતુ. લેન્ડ રેકર્ડ કર્મચારીઓની હડતાળથી ખેતીની જમીન માપણી, બિનખેતી માપણી, જમીનને લગત નકલ અરજી સીટી સર્વે કચેરીમા પ્રોપર્ટી લે વેચ નોંધ, પ્રોપર્ટીકાર્ડની કામગીરીને બંધ થઈ જતા કામગીરીને માઠી અસર પડી હતી.શહેર લાયક ગામડાને પ્રોપર્ટી કાર્ડ આપવાની સરકારની યોજના તથા સરકારના સામીત્વ પ્રોજેક્ટને સદંતર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર