વેક્સીનેશન માટે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો : એ.ઇ.એફ.આઇ.ની મિટીંગમાં જિલ્લા મુખ્ય આરોગ્યશ્રી જે.એમ. કતીરાએ વેક્સીનેશન અંગેની તૈયારીઓની સમીક્ષા કરી….
સમગ્ર દેશમાં આગામી ૧૬મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની છે તે સંદર્ભે ગુજરાતમાં સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વેક્સીનેશન અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાએ મંગળવારે એ.ઇ.એફ.આઇ. ખાસ આયોજિત બેઠકમાં જણાવ્યું હતું…
જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે. એમ. કતીરાના અધ્યક્ષસ્થાને મળેલ એ.ઇ.એફ.આઇ.ની બેઠકમાં આગામી ૧૬મી તારીખે કોરોનાની રસીકરણની કામગીરી અંગે આખરી ઓપ અપાયો હતો. શ્રી કતીરાએ બેઠકમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. મોરબીમાં ત્રણ સ્થાનો પર કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ, વાકાંનેર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ હળવદ તાલુકાના સાપકડા ખાતે એક સેન્ટર દીઠ ૧૦૦ વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવેલ છે…
આ બેઠકમાં WHOના પ્રતિનીધિશ્રી ડૉ. અમોલ ભોંસલે દ્વારા વેક્સીનેશના વિતરણ અંગે જરૂરી માર્ગદર્શન આપી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા પર ભાર મુક્યો હતો. ઉપરાંત AEFI કીટનું નિરીક્ષણ અને સર્ટીફાઇ કરી ત્યાર બાદ જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વેક્સીનેશન પહેલા અને પછી વેક્સીન સેન્ટરને સેનેટાઇઝ કરવા અંગે પણ ખાસ સુચનાઓ આપવામાં આવી હતી…
કોરોના રસીકરણ અંગે મોરબી આઇ.એમ.એ. શાખાના પ્રેસિડેન્ટ ડૉ. વિજય ગઢિયા દ્વારા સંપૂર્ણ સહકાર આપવાની લેખિતમાં બાહેધરી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું…
આ મીટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા, WHOના પ્રતિનીધિશ્રી ડૉ. અમોલ ભોંસલે ઉપરાંત સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. કે.આર. સરડવા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, ડૉ. ડી.વી. બાવરવા, ડૉ. હિતેષ કંઝારિયા, આઇ.એમ.એ. શાખાના પ્રેસિડેન્ટ ડૉ. વિજય ગઢિયા, ડૉ. મનીષ સનારીયા,
ડૉ. જે.બી. બોરસાણીયા, ફુડ્સ એન્ડ ડ્રગસ વિભાગમાંથી બી. જી. હડિયા, ડૉ. આશીષ સરસાવડિયા, ડૉ. આરીફ. એમ. શેરસીયા, ડૉ. આર.એન. કોટડીયા, ડૉ. ડી.જી. બાવરવા, ડૉ. હિરેન કારોલીયા, ડૉ. બી.બી. બુદ્ધભટ્ટી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa