મોરબી જિલ્લામાં એકી સાથે 60 જેટલા પોલીસ કર્મીઓની બદલી
મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ઓર્ડર કર્યો છે.
જેમાં મોરબી જીલ્લાના તમામ પોલીસ મથકો મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, ટંકારા તાલુકા, માળિયા તાલુકા, મહિલા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.