મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અન્વયે વંચિતોને અંદાજિત 27 કરોડ જેટલી રકમના લાભો વિતરણ થશે
મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા થકી ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકો સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થશે
મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલ તા. 27 સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી આગામી આવતીકાલે સવારે ૦૯:૦૦ કલાકથી મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓના લાભ અને સહાય વિતરણના ભાગરૂપે જિલ્લાના ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને અંદાજીત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરાશે.
વડાપ્રધાની નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ દરિદ્ર નારાયણને ગરીબીમાંથી બહાર લાવી તેમના આર્થિક સશક્તિકરણ માટે વર્ષ ૨૦૦૯-૧૦ થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. ગરીબ કલ્યાણ હિતલક્ષી આ પરંપરા ને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી છે.
ત્યારે આવતીકાલે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ ગરીબ કલ્યાણ મેળા અન્વયે મેળા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મળી અંદાજિત ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લગભગ અંદાજિત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરાશે.