Sunday, November 17, 2024

મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્પર્ધા માટે ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કચેરી ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે

રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં યોજનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૦/૦૯/૨૦૨૪ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન વગેરે માટે ૪ વ્યક્તિ રાખી શકાશે.

ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તારીખ ૧૦/૦૯/ ૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૫૭, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ મોરબી-૨ ખાતે રૂબરૂ જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર