મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7.8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, સૌથી વધુ ટંકારામાં 13 ઇંચ
હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હજુ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહીના અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા અનુસાર આ ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૭.૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
માળિયા તાલુકામાં ૦૨ ઇંચ કરતાં વધારે, મોરબી તાલુકામાં ૦૯ ઇંચથી વધારે, ટંકારા તાલુકામાં ૧૩ ઇંચ જેટલો, વાંકાનેર તાલુકામાં ૧૧.૫ ઇંચ કરતા વધારે, હળવદ તાલુકામાં ૨.૪ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
આ સમગ્ર સિઝન દરમિયાન જિલ્લામાં સરેરાશ ૨૬.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં માળિયા તાલુકામાં કુલ ૧૩ ઇંચ કરતાં વધારે, મોરબી તાલુકામાં ૩૦ ઇંચથી વધારે, ટંકારા તાલુકામાં ૩૯ ઇંચ જેટલો, વાંકાનેર તાલુકામાં ૨૮ ઇંચ જેટલો, હળવદ તાલુકામાં ૨૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.