Friday, January 17, 2025

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતજી સહિત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૫-૮-૨૦૨૪ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી રહી છે તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી જેમાં મોરબી રામધન આશ્રમ નાં મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી સહીત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી, અમીતભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પાંવ, કૌશલભાઈ જાની, કીશનભાઈ પાંવ, દીનેશભાઈ સોલંકી, નીમીષભાઈ કોટક તથા જલારામ મંદિર મહિલા મંડળના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર