મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી: મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AN, તથા ફોર વ્હીલર માટે GJ36-AP, સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૦૮-૦૮-૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૦૮-૦૮-૨૦૨૪ થી તા.૨૦-૦૮-૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦-૦૮-૨૦૨૪ થી તા.૨૨-૦૮-૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા ૨૨-૦૮-૨૦૨૪ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
તેમજ મોટર વાહનના ઈ- ફોર્મ ઓક્શનના પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં એ. આર. ટી. ઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.