Wednesday, October 23, 2024

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ પણ કઢાવી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. નિષ્ણાંતો સેવા આપશે

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.

આ કેમ્પ અનુસંધાને તારીખ ૨૧/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયક્રાટીક ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા સેવા આપશે. તારીખ ૦૫/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન બી.આર.સી. ભવન – ટંકારા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા સેવા આપશે.

વધુમાં તારીખ ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સરકારી હોસ્પિટલ – વાંકાનેર ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયકોલોજિસ્ટ દિવ્યાબેન ગોહિલ સેવા આપશે. તારીખ ૦૨/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર – માળીયા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં કાઉન્સેલર ભાવેશ છાત્રોલા સેવા આપશે તેમજ તારીખ ૧૬/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન નવજીવન વિકલાંગ સેવાશ્રય – હળવદ ખાતે ડી.ઇ.ઓ. દિવ્યેશ સીતાપરા સેવા આપશે.

મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર