મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોરવાતા અનુ. જાતીના લોકોએ ગૃહમંત્રીનુ માગ્યું રાજીનામું
મોરબી: મોરબી જીલ્લામાં વસતા વિશાળ અનુ. જાતિના લોકો દ્વારા સમુદાયના હકો અને અધિકારો સુરક્ષિત કરવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા માટે મોરબી એસપી કચેરી ખાતે સમુદાયના લોકો દ્વારા એકઠા થઇ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ રાજીનામું સ્વીકારવા રાજ્યપાલને પત્ર લખી કરી રજુઆત.
મોરબી જીલ્લામાં ઘણા લાંબા સમયથી દલિત સમાજ પર અત્યાચારના બનાવો બની રહ્યાં છે અને સતત તેમા વધારો થઈ રહ્યો છે ત્યારે દલિત સમાજના લોકો પર જ્યારે અત્યાચાર થાય છે અને ફરીયાદ માટે પોલીસ સ્ટેશનમા જાય છે ત્યારે ફરિયાદોમાં સામેવાળા આરોપીઓની મદદ થાય તેવી કામગીરી મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી રહી હોવાના આક્ષેપો અનુ. જાતીના લોકો દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ વધતા જતા અત્યાચારોને લીધે અનુ.જાતીના લોકો ડર અને ભયની લાગણી અનુભવી રહ્યા છે. જેથી મોરબી જીલ્લામાં વસતા અનુ. જાતીના લોકો તેમજ રાજ્ય ભરમાં વસતા અનુ. જાતીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી મોરબી જીલ્લા વસતા અનુ. જાતિના સમુદાય દ્વારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું લેવા રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી છે તેમજ સમાજની માંગણી ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવલ છે.