મોરબી જીલ્લા વકીલ મંડળ દ્વારા નવા નિમાયેલા જજોનો સત્કાર સમારોહ યોજાયો
મોરબી: મોરબી જીલ્લા વકીલ મંડળ દ્વારા નવા નીમાયેલા એડી.ડીસ્ટ્રીકટ જજ પંડ્યા, સીનીયર સિવિલ જજ ઈજનેર તથા ડી.એલ.એસ.એ પારેખ સહિતના અગ્રણીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો.
મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ આજે નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દેવધરા અન્ય ન્યાયધીશો, બાર એસોના સેક્રેટરી વિજય શેરશીયા, ઉપપ્રમુખ ટી બી દોશી, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય કરમશી પરમાર, બ્રિજરાજસિંહ જાડેજા, સાગર પટેલ સહિતના હોદેદારો તેમજ વકીલો ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત જજોને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે બાર એસો પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.