Wednesday, December 25, 2024

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પર આંગળી ચીંધતું કોંગ્રેસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખ કરી માંગ 

મોરબી: મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભાજપના નેતાઓના ઈશારે ભ્રષ્ટાચાર થતુ હોવાનો મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા મોરબી જીલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગના કમીશનરને લેખિત રજૂઆત કરી છે. તપાસ કરવા માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા ખાણ ખનીજ વિભાગના કમીશ્નર તથા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં અનેક પ્રકારના કુદરતી ખનીજ સંશોધન આવેલા છે અને તેનું ખનન પણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, એલ.સી.બી., તાલુકા તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ, એસ.ઓ.જી., તથા આર.ટી.ઓ., વિભાગના અધિકારીઓ સામુહિક રીતે એકબીજાની મીલીભગતથી ઘણા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું છે. આ ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર ભાજપના રાજકીય આગેવાનોના ઈશારે બેફામ રીતે ચાલતો હોય તેવું જણાય આવે છે. તે અંગે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોની ભ્રષ્ટાચારની પોલ ખુલે તેમ છે.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સિરામિક ઝોન અને બાંધકામ ઝોન જેવા ક્ષેત્રોમાં ખનીજનો બેફામ ઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. તાજેત્તરમાં મોરબી જીલ્લામાં બહારના બીજા જીલ્લા અધિકારીઓ દ્વારા આ બાબતે રેડ પાડીને ભ્રષ્ટાચાર પકડી પાડવામાં આવ્યો છે. જો મોરબી જીલ્લા બહાર બીજા જીલ્લાના અધિકારીઓ દ્વારા આ બાબતે રેડ પાડીને ભ્રષ્ટાચારીઓને પકડી પાડે છે તો મોરબી જીલ્લાના અધિકારીઓ શું કરે છે ? જેવા પ્રશ્ન કરી તેની તાકીદે તપાસ કરવા માંગ કરાઈ છે.

ઉપરાંત મોરબી જીલ્લામાં ચાલતા ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારમાં સરકારના અન્ય વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ તેમના મળતીયાઓ સામે શા માટે કેમ કાયદેસરની કાર્યવાહી થતી નથી ? એવી શંકાઓ વ્યક્ત કરી તમામ બાબતે જવાબદારો સામે પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર